કચ્છમાં પડ્યો ભારે વરસાદ – NDRFની ટીમની સરાહનીય કામગીરી

admin
1 Min Read

કચ્છમાં પડેલા ભારે વરસાદ કારણે તારાજીની સ્થિતિ સર્જાઇ છે. તો હજુ ક્યાંય પાણી ઓસર્યા નથી. કચ્છના 80 ગામ હજુ અંધારપટ છવાતા ભાવનગર અને અમરેલીથી ટીમો બોલાવી કામે લાગડવામાં આવી હતી. વરસાદે પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને નખત્રાણામાં તોફાની બેટિંગ કરી હતી. કચ્છના હાજીપીરમાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતી સર્જાઇ હતી. ત્યારે તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયુ છે. જેમાં તંત્ર, NDRF અને એરફોર્સની સરાહનીય કામગીરી અહીં જોવા મળી છે. પાણીની વચ્ચે જીવની પરવાહ કર્યા વગર પોલીસ, NDRF અને એરફોર્સની ટીમ લોકોને બચાવી રહી છે. ત્યારે SP સૌરભ તોલંબિયાનો બાળકી સાથેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પાણીની વચ્ચેથી આ બાળકીને જાંબાઝ જવાને બચાવી લીધી છે. હાલમાં પણ સતત ફોલોઅપ ચાલુ છે અને પાણીમાં ફસાયેલા લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે.

Share This Article