સૌની યોજના થકી નર્મદાના નીર પહોંચ્યા બોટાદ

admin
1 Min Read

નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોચાડવા કુલ ૧૧૨૬ કિ.મી. લંબાઇની ચાર પાઇપ લાઇન લીન્ક દ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાના ૧૧૫ જળાશયો સુધી પહોંચાડવામાં આવશે. જેનાં દ્વારા અનેક વિસ્તારમાં સિંચાઇનો લાભ મળી રહે. તે યોજના છે આ સૌની યોજના. સૌની યોજના થકી નર્મદાના નીર બોટાદ પહોચાડવામાં આવ્યા હતા. બોટાદ પંથકના લોકો પરથી જળસંકટ ટાળ્યું તેમ કહી શકાય. નર્મદાનું નીર તાળવ અને ડેમોમાં પહોચાડવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાના કૃષ્ણસાગર તળાવ, ગોમા ડેમ, ભીમડાદ ડેમ, અને કાનીયાડ ડેમમાં નર્મદાના નીરની આવક શરુ કરવામાં આવી છે. મંત્રી સૌરભ પટેલ દ્વારા સરકારમાં કરાયેલ માંગણીને આધારે પાણી આવ્યું. પાણી આવતા સ્થાનિકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. લોકો દ્વારા ફુલ અને હાર અર્પણ કરી માં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. મંત્રી અને સ્થાનિક ધારાસભ્યના કાર્યની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી.

Share This Article