મહારાષ્ટ્ર પૂરગ્રસ્તોની મદદે આવ્યા રિતેશ-જેનેલિયા

admin
1 Min Read

મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં પૂરને કારણે હાલત કફોડી થઇ ગઈ છે. પૂરગ્રસ્તોને મદદ કરવા રિતેશ દેશમુખ અને જેનેલિયા આગળ આવ્યાં છે. તેમણે સીએમ રાહત ફંડમાં 25 લાખ રૂપિયા દાન કર્યા છે. કપલે સોમવારે સીએમ દેવેન્દ્ર ફડણવીસને ચેક આપ્યો હતો. સીએમે તેમનો આભાર માની ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘થેન્ક યુ રિતેશ અને જેનેલિયા દેશમુખ સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા કન્ટ્રિબ્યુટ કરવા બદલ.’રિતેશ દેશમુખે લખ્યું હતું કે, ‘છેલ્લા અમુક સમયથી મહારાષ્ટ્ર અને દેશના બીજા ભાગમાં પૂરની સ્થિતિ છે. જે ફોટો આવી રહ્યા છે તે દયાનજક છે. મેં અને જેનેલિયાએ દેશ ફાઉન્ડેશન મારફતે સીએમને મળીને સીએમ રિલીફ ફંડમાં ફાળો આપ્યો……તેણે લોકોને પણ ફાળો આપવા વિનંતી કરી કે, ‘અમે દરેકને વિનંતી કરીએ છીએ કે લોકો તેમનાથી બનતી મદદ કરે……તેમને જણાવી દઇએ કે રિતેશના પિતા વિલાસરાવ દેશમુખ 1999 થી 2003 અને 2004 થી 2008 સુધી મહારાષ્ટ્રના સી.એમ રહી ચુક્યા છે… …2012માં વિલાસરાવ દેશમુખનું મુત્યુ થયુ હતુ…

Share This Article