જાણો ડાયાબિટીક રેટિનોપથી વિશે

admin
1 Min Read

ડાયાબિટીઝ એ એક સ્વાસ્થ્ય સમ્બન્ધિત સમસ્યા છે, જેના કારણે શરીરની અંદર બ્લડ ગ્લુકોઝનું લેવલ હાઈ થઇ જાય છે. ડાયાબિટીઝ એ જીવલેણ રોગ નથી, પરંતુ તેમ છતાં મૃત્યુ થવાનો ભય રહેલો છે. કારણ કે, ડાયાબિટીઝ સાથે સંકળાયેલા ઘણા રોગો દર્દીઓના જીવન માટે જીવલેણ હોઈ શકે છે. ડાયાબિટીઝ કિડની અને આંખોને સૌથી વધુ અસર કરે છે.

ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબિટીક રેટિનોપથી હોઈ શકે છે. આ બીમારીમાં આંખના પાછળના ભાગમાં એટલે કે રેટિનાની રુધિરવાહિનીઓ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ જોખમી એટલે છે કારણ કે, શરૂઆતમાં કોઈ સ્પષ્ટ સંકેત નથી મળતા. આ બીમારી ટાઇપ 1 અથવા ટાઇપ 2 કોઈપણ ડાયાબિટીસથી પીડાતા દર્દીને થઇ શકે છે. જે દર્દીઓમાં શુગરનું સ્તર નિયંત્રણમાં નથી રહેતું તેમનામાં ડાયાબિટીક રેટિનોપથી થવાનું જોખમ ઘણું વધારે હોય છે.

Diabetic patient doing glucose level blood test using ultra mini glucometer and small drop of blood from finger and test strips isolated on a white background. Device shows 115 mg/dL which is normal

ડાયાબિટીક રેટિનોપથીની સૌથી સામાન્ય સારવાર લેસર ટ્રીટમેન્ટ છે. પરંતુ લેસર ટ્રીટમેન્ટ ફક્ત દૃષ્ટિનું સ્તર જ જાળવી શકે છે. આંખોને જે નુકસાન થયું છે તેની રિકવરી નથી કરી શકાતી. આથી આંખના નિષ્ણાત પાસે જઈને સર્જરી કરાવવી જ યોગ્ય ગણવામાં આવે છે.

Share This Article