દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ કાયદો અમલી બન્યો છે ત્યારે પંચમહાલ પોલીસ વિભાગ પણ આ નવા કાયદાના વાહનચાલકો પાલન કરે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હાલોલ શામળાજી હાઇવે માર્ગ ઉપર શહેરા પોલીસ વીભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને સ્થાનિક પોલીસ મથકના પી.એસ.આઈ લક્ષ્મણ સિંહ પરમાર, ટ્રાફિક શાખા અને પોલીસ સ્ટાફ દ્વારા વાઘજીપુર ચોકડી પાસે ગોધરા તરફ જતા વાહનોનુ ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેમા બાઈક, ફોરવીલર કાર તેમજ મોટી ટ્રક જેવા વાહનોને ઊભા રખાવીને કડક કાર્યવાહી હાથધરી હતી. હેલ્મેટ, સીટ બેલ્ટ જરૂરી કાગળોના હોય તેવા વાહન ચાલકોને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ૫૦થી વધુ વાહનોને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનુ પાલન ન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરા સહિત સમગ્ર જીલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા માટે સક્રીય બની હતી.
- Advertisement -
Latest News
- Advertisement -