ગુંદરી-ડીસા હાઈવે પરનો બનાવ

admin
1 Min Read

બનાસકાંઠાના ગુંદરી-ડીસા હાઇવે પર રામદેવ હોટલ નજીક ટેન્કર અને ટ્રક સામ સામે ટકરાતા ટ્રક પલટી ખાઈ જતા ભીષણ આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે ડીસાથી રાજસ્થાન તરફ જતું કેમિકલ ભરેલુ ટેન્કર અને પાંથાવાડા તરફથી ખાલી આવી રહેલી ટ્રક સામસામે ટકરાતાં ટ્રક પલ્ટી ખાઇ જતાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે, ટ્રક ચાલક બહાર નીકળી શક્યો ન હતો અને આગમાં જ ભડથું થઇ ગયો હતો. આ અંગે ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી જોકે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ ટ્રક આગમાં ખાખ થઈ ગયો હતો. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.  મળતી માહિતી મુજબ, ગુંદરી-ડીસા હાઇવે પર રામદેવ હોટલ નજીક હાઇવે પર ડીસા તરફથી કેમિકલ ભરીને આવી રહેલ ટેન્કર અને ટ્રક વચ્ચે અથડાતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં ડ્રાઈવર પોતાની ટ્રકમાં જ ફસાઈ ગયો હતો, અને જોત જોતામાં આગે વિકારાળ સ્વરૂપ ધારણ કરતા ચાલક આગમાં ભડથું થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મામલાની તપાસ હાથ ધરી હતી.  પાંથાવાડા પોલીસને થતા દોડી આવી હતી,ઘટના સ્થળનું પંચનામું કરી ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article