અમરેલીના બાબરા શહેરમાં ધોધમાર વરસાદ

admin
1 Min Read

અરબ સાગરમાં સતત ઉદ્ભવી રહેલા વાવાઝોડાઓના કારણે રાજ્યના વાતાવરણમાં આકસ્મિક પલટાઓ આવી રહ્યા છે ત્યારે શિયાળાની શરૃઆત પૂર્વે રાજસ્થાન તથા ગુજરાત તરફ અપર એર  સાયક્લોનિક ડિસ્ટર્બન્સના કારણે ૧૩ તેમજ ૧૪ નવેમ્બરે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે . હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હોય તેમ ગત મોડી રાત્રીથી જ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ શરુ થયો હતો. જે સાચી ઠરી છે. રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમરેલીના વિવિધ ભાગોમાં વરસાદ શરુ થયો હતો. અમરેલીના બાબરામાં શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટુ પડ્યુ હતું. અચાનક પડેલા વરસાદી ઝાપટાથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કપાસના પાકને નુકશાની થાય તેવી ભિતીના પગલે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં હાલ તેવડી ઋતુ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. સવારે અને મોડી રાત્રે ફૂલગુલાબી ઠંડી, બપોરે ગરમી તથા કમોસમી વરસાદના ઝાપટા વરસી રહયા છે.

 

Share This Article