ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો વિરાટ કોહલી

admin
1 Min Read

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરીઝ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી થ્રોડાઉનની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો. આ વખતે તે પોતાની ટીમના ખેલાડીઓ સાથે નહીં પરંતુ ઈન્દોરમાં ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો. જેમાં વિરાટ ઈન્દોરમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો છે. આ વીડિયોનું રેકોર્ડિંગ કોઈ જાહેરાતના શૂટિંગ દરમિયાન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિરાટ કોહલી બાળકોની બોલિંગ પર શૉટ મારી રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કેજ્યુઅલ શર્ટમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિરાટ બાંગ્લાદેશ માસે ટી20 ઈન્ટરનેશનલ સીરીઝ રમ્યો નથી. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ બાદ થોડા સમય માટે બ્રેક લીધો હતો. ભારતે આ સીરીઝ 2-1થી જીતી હતી. હવે ગુરુવારે શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરીઝથી કોહલી ટીમમાં પરત ફરી રહ્યો છે.

 

Share This Article