હવામાન વિભાગની આગાહી પડી સાચી

admin
1 Min Read

કચ્છમાં વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. લખપતના દયાપર અને માતાના મઢ ખાતે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. જ્યારે ખાવડા અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે લખપત તાલુકાના કોટડામઢ ગામ પાસે ખેતરમાં કામ કરતા યુવક પર વીજળી પડતા તેનું મોત નીજપ્યું હતું. સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં 1થી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે જૂનાગઢમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભર બપોરે આકાશમાં કાળાડિબાંગ વાદળો થતા અંધારપટ્ટ છવાય જતા વાહનચાલકોને લાઇટ કરવાની ફરજ પડી હતી. જ અને માધાપરમાં બપોરે ૩ વાગ્યા પછી માહોલ બદલાયો હતો. હવામાન વિભાગની સતાવાર માહિતી મુજબ ભુજમાં સાંજે અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. જોકે, વીજળીના ડરામણા કડાકા ભડાકા ભુજમાં મોડે સુધી ચાલુ રહ્યા હતા. દરમ્યાન માતાના મઢ, લખપત, ખાવડા, રાપર, ખડીર પંથકમાં સ્થાનિક આગેવાનોના જણાવ્યા પ્રમાણે છૂટો છવાયો ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા સાથે શિયાળામાં ચોમાસાનો અહેસાસ થયો હતો.

Share This Article