આજકાલ વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લીધે લોકોને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, વાયુ પ્રદૂષણની સમસ્યાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે. વધતી જતી ઠંડી અને ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઠંડીની સીઝન ખાવા પીવા માટે સારી માનવામાં આવે છે. આ દરમિયાન ભુખ પણ વધે છે અને પાચનતંત્ર પણ સક્રિય થાય છે, પરંતુ વાત જો આરોગ્યની કરીએ તો એવા વ્યક્તિ જેને હ્રદય, સાંધા અને માંસપેશીઓની સમસ્યા છે તેમણે ખાસ ખ્યાલ રાખવાની જરુર છે. અન્ય સીઝનની તુલનામાં ઠંડીની સીઝનમાં શ્વાસનળી અને રક્તવાહિનીઓ સંકોચાવાના કારણે દમ, અસ્થમા, સાંધામા દુખાવો, ત્વચા અને એલર્જી સંબંધિત સમસ્યાઓ અને આ ઉપરાંત હ્રદય રોગીઓ માટે મુશ્કેલીઓ વધી જાય છે. એવી વ્યક્તિ જેને સવારે ફરવુ કે વોકિંગ પર જવું પસંદ છે અને તે હ્રદય રોગથી પીડિત પણ છે. તે લોકો સવારે ઠંડી હવાઓમાં ફરવાના બદલે હળવો તડકો આવે તે સમયે વોક કરવા જવું જોઈએ. કારણ કે, ઠંડીના કારણે રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે તેની સીધી અસર હ્રદયને લોહી પહોંચાડનાર ધમનીઓ પર પડે છે. જેમની રોગપ્રતિકારકતા નબળી હોય તેવા લોકોને આ સીઝનમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
