ડુંગળી એક વનસ્પતિ છે જે લગભગ ભારતીય ખોરાકમાં મુખ્ય છે. ડુંગળી કાચા સલાડના આવશ્યક તત્વો પૈકી એક હોવાનું પણ જાણીતું છે. ડુંગળી સફેદ, લાલ કે પીળી જેવા વિવિધ રંગોમાં આવે છે . ઠંડી સલાડ અને ગરમ સૂપમાં આ ડુંગળીની ખૂબ માંગ છે. ઉલ્લેખનીય છે કે, ડુંગળી ભારતના ઇતિહાસમાં સૌથી જૂની વાવેતરવાળી શાકભાજીમાંથી એક છે, જે મધ્ય એશિયામાંથી ઉદ્ભવે છે જ્યાંથી તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. સામાન્ય રીતે, બધા લોકો દૈનિક ખોરાકમાં ડુંગળીનો ઉપયોગ કરે છે, જે સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. ડુંગળીમાં રહેલ થિયૉસૉફિલિન્સ અને થિયોસૉલ્ફોનેટસ દાંતમાંથી બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. જોકે, સૂકી ડુંગળી ખાવી પણ ઘણી ફાયદાકારક છે. આ ઉપરાંત ડુંગળી ખાવાથી હૃદયના રોગોની સામે લડવાની ક્ષમતા વધી જાય છે. ડુંગળીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી જેવા ગુણધર્મો હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક છે. ડાયાબિટીસની બીમારીમાં પણ ડુંગળી ઘણી ફાયદાકારક છે. ડુંગળીમાં ફાયટોકેમિકલ્સનો સમાવેશ થાય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે.
