ઓલ ગુજરાત અજમેરી સમાજની મિટિંગ યોજાઈ

admin
1 Min Read

ઓલ ગુજરાત અજમેરી સમાજના આગેવાનો દ્વારા આજે મોરબી ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનાર ક્રિકેટ ટેનામેન્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.  આજરોજ મોરબીના વાવડી રોડ ખાતે ઓલ ગુજરાત અજમેરી સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ઓલ ગુજરાત અજમેરી સમાજના પ્રમુખ જોનીભાઈ અજમેરી સહિત રાજકોટ, મોરબી, અજમેરી સમાજના પ્રમુખ તેમજ સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવાઓને પ્રોત્સાહિત કરવાં અમદાવાદ ખાતે એક શાનદાર ક્રિકેટ ટેનામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં મોરબી, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિતના શહેરનાં યુવાનો ભાગ લેવાના હોય જે અંગે સમાજના આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહેનાર ઓલ ગુજરાત અજમેરી સમાજના પ્રમુખ જોનીભાઈ અજમેરીએ જણાવ્યું હતું કે, સમાજના યુવાઓને પ્રોત્સાહીત કરવા આવનારા દિવસોમાં વિવિધ આયોજન પણ કરવામાં આવશે. મોરબી અજમેરી સમાજ દ્વારા જોનીભાઈ અજમેરીનુ ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સમાજને સંગઠિત, અને શિક્ષિત કરવા ઓલ ગુજરાત અજમેરી સમાજમાં મોરબી ખાતેથી મોરબીના યુવા પત્રકાર રફીકભાઈ અજમેરી, રહીમભાઈ ઘેલોત, રહીમભાઈ ઓસમાણભાઈ બાભણીયા, હનિફભાઈ કાસમભાઈ બેલીમ, હુશેનભાઈ અબુલાડભાઈ બેલીમ અને સલીમભાઈ ઈબ્રાહીમભાઈ બાભણીયા સહિત પાંચ સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.

 

Share This Article