આજકાલ વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લીધે લોકોને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, વાયુ પ્રદૂષણની સમસ્યાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે. જેને લીધે સ્વાસ્થ્યની સાથે સ્કીન ઇન્ફેકશન તેમજ હૈર પ્રોબ્લેમ્સની સમસ્યા વધી રહી છે. એવામાં પોતાની ત્વચા તેમજ વાળની સંભાળ રાખવી ખુબ મહત્વની છે. આ માટે ઘરની બહાર નીકળતા પહેલા સન સ્ક્રીનનો ઉપયોગ જરૂરથી કરવો. તેમજ વાળ માટે પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી આવશ્યક છે.

જેમ કે, અઠવાડિયામાં ત્રણ કે તેથી વધુ વાર વાળ ધોવા યોગ્ય નથી. જેથી વાળને નુકસાન થઇ શકે છે. આ ઉપરાંત ઈંડાનો ઉપયોગ કરવો ઘણો હિતાવહ છે. તેનાથી વાળને મજબુતી તેમજ શાઇન મળી રહે છે. બની શકે તેમ વાળને કોરા રાખવા જોઈએ કારણ કે, ભીના વાળ જલ્દીથી તૂટે છે. આ ઉપરાંત વાળ કોરા કરવા માટે ડ્રાયરનો ઉપયોગ ટાળવો. તેનાથી વાળમાં ડ્રાયનેસ આવી શકે છે. આ ઉપરાંત વાળને પ્રદુષણથી બચાવવા માટે હેર માસ્ક, ઓઈલ મસાજ તેમજ અમુક ઘરઘથ્થુ નુસકાઓ પણ વાપરવામાં આવે છે. કેટલાક એસેન્સીયલ ઓઈલ્સ પણ વાળ માટે ઘણા ગુણકારી સાબિત થાય છે. જેથી તેનો ઉપયોગ કરીને વાળને હેલ્થી બનાવી શકાય છે.
