જીવનને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે યોગ્ય પોષકતત્વો યુક્ત આહાર તેમજ પુરતી ઊંઘ તેમજ નિયમિત કસરત કરવી ઘણી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે , આ એક્સર્સાઇઝમાં જોગીંગ, વોક કરવું, યોગા, કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિનો સમાવેશ થઇ શકે છે. લોકો આજકાલ એક ટ્રેન્ડ ફોલો કરતા જોવા મળી રહ્યા છે. જેમાં છે થોડા-થોડા સમયે એક્સરસાઇઝ ચેન્જ કરવાનો ટ્રેન્ડ. જેમાં એક મહિનો સાઇક્લિંગ ક્લબ તો બીજા મહિને જિમમાં વેઇટ-ટ્રેઇનિંગ કરતા લોકો જોવા મળે છે. ત્યાર પછીના મહિનામાં ઝુમ્બા અને યોગની પસંદગી કરવામાં આવે છે. આ એક્સરસાઇઝના ઘણા જુદા-જુદા પ્રકારો છે જે અલગ-અલગ પ્રકારે વ્યક્તિને ફિટ રહેવામાં હેલ્પ કરે છે. ઘણા નિષ્ણાતો પણ એવું માને છે કે આ રીતે જુદા-જુદા પ્રકારની એક્સરસાઇઝ કરતા રહેવાથી શરીરને ફાયદો થાય છે. વોકિંગ, જોગિંગ, રનિંગ, સ્વિમિંગ, જુદી-જુદી સ્પોટ્ર્સ, ઍરોબિક્સ, ઝુમ્બા, પિલાટીસ, વેઇટ-ટ્રેઇનિંગ, ક્લાસિકલ યોગ, પાવર યોગ જેવા યોગના અઢળક પ્રકારો, તાઇ-ચી, ડાન્સ જેવા એક્સરસાઇઝના ઘણા પ્રકારો છે જે લોકો અપનાવતા હોય છે. જોકે, યોગ એક જુદા પ્રકારની એક્સરસાઇઝ છે. કારણ કે તેનાથી આંતરિક શાંતિ પણ મળે છે. ઘણા લોકો ફક્ત ફીટ રહેવા માટે પણ યોગ કરતા હોય છે. એવા લોકો એક જ આસનો કરે ત્યારે તેના એક જ પ્રકારના સ્નાયુઓ પર કામ થાય છે. આસનો બદલતા રહેવાથી જુદા-જુદા સ્નાયુઓને કસરતનો ફાયદો મળે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
