સંતરામપુરમાં ખેડૂતો ચિંતામાં મુકાયા

admin
1 Min Read

સમગ્ર રાજ્યમાં ચોમાસાની પૂર્ણતાના આરે છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મહીસાગર જિલ્લાના મુખ્ય પાક ડાંગરના ઉભા પાકને નુકસાન થતા ખેડૂતો ચીંતીત બન્યા છે.  મહીસાગર જિલ્લા પંથકમાં વરસાદ સતત પડતાં જિલ્લાના કેટલાક વિસ્તારના ખેડુતો પોતાના ચોમાસુ પાકને લઇને ચિંતામાં મુકાઇ ગયાં છે. ખેડુતોએ મોંઘા ભવના બિયારણ, ખાતર પાછળ રૃપિયા ખર્ચી કરેલ મહેનત નિષ્ફળ જવાની ભીતી સેવાઇ રહી છે. કયાંક ધીમી ધારે તો કયાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતીને નુકસાન થવા પામેલ છે. સમગ્ર જિલ્લામાં વરસાદ વધારે પડતા ઉભા પાકને નુકશાન થયું છે. ડાંગર ઉત્પાદનમાં પાછળ  નથી.ચાલુ વર્ષે  ડાંગર ઉત્પાદનમાં માથા ઉપર વરસાદ  રહેતા ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. એક  બાજુ  કુદરત  દ્વારા કહેર  અને બીજી  બાજુ કાળા માથાના માનવીએ ચલાવેલી ઉઘાડી લૂંટ એટલે ધરતીપુત્રોનું શોષણ કરવામાં કોઈએ કાંઈ બાકી રાખ્યું નથી.

 

Share This Article