રૂપેણ બંદર પાસે માછીમારોની 4 બોટ ડૂબી

admin
1 Min Read

દ્વારકાના રૂપેણ બંદરના માછીમારી કરવા ગયલી ચાર બોટ વરસાદ અને પવનના કારણે ડૂબી ગઈ હતી. જેમાં મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે. અને હજુ પણ 6માછીમારો લાપતા હોવાથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 4 માછીમારો 32 કલાક સુધી દરિયામાં તરતા રહીને જીવતા કિનારે પહોંચ્યા હતા.
ઈદના દિવસે જ આઠ માછીમારોના મોતને લઈને તેમના સમાજમાં દુઃખ જોવા મળી રહ્યુ છે. હજી પણ 6 જેટલા ખલાસીઓ દરિયામાં ગુમ થયા છે. ગુમ થયેલાં ખલાસીઓની શોધખોળ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ કરી રહી છે. બનાવની જાણ થતાજ દ્વારકા પીઆઇ વસાવા સહિત પોલીસ સ્ટાફ હોસ્પીટલે પહોચી આગળની તપાસ હાથ ધરી હતી.
નોંધનીય છે કે, હાલ 16 ઓગષ્ટ સુધી માછીમારી વ્યવસાય બંધ હોવા છતાં માછીમારો ઉંડા દરિયામાં માછીમારી કરવા જતાં આ કરૂણ ઘટના બની હતી. મનાઇ હોવા છતા માછીમારો દરિયો ખેડવા નિકળતા ઓખા મત્સ્યદ્યોગ અને ઓખા કોસ્ટગાર્ડ દ્વારા કરાતા ચેકિંગમાં પણ બેદરકારી હોવાનું સ્પષ્ટ થાય છે.

Share This Article