ભાજપ દ્વારા હાલ રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી રહી છે. આ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન સંરચના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં તાલુકા પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી રહી છે. ત્યારે પંચમહાલના શહેરા તાલુકા ખાતે ભાજપની સંગઠન સંરચના બેઠક મળી હતી. આ બેઠક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મળી હતી. તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મગનભાઈ પટેલિયાને રીપિટ કરવામાં આવ્યા હતા. તો મહામંત્રી તરીકે સંજય બારીયાને રીપીટ કરવામાં આવ્યા છે. નગર ભાજપ પ્રમુખ તરીકે અંબાલાલ વાળંદ અને મહામંત્રી તરીકે બિપીન પ્રજાપતિ અને દીપક બારીયાની પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે જિગ્નેશ પાઠક, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રદીપ પદવાણી, ભૂપતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ભાજપના આગેવાનોએ નવા બનેલ ભાજપ પ્રમુખ, મહામંત્રીઓને ફુલહાર પહેરાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
Latest News
- Advertisement -