ગોધરાના સિગ્નલ ફળીયામા રહેતા શોએબ શૌકત દુર્વેશ નામનો યુવકની મૃત્યુ થતાં સામાજિક રીતે દફનવિધિ કબ્રસ્તાન મા કરી દીધી હતી. પ્રાથમિક રીતે પરિવારે તેનું મોત હાર્ટ એટેકથી થયાનું માની લીધું હતું પરંતુ કેટલાક ભેદી સંજોગો પરિવારના ધ્યાનમાં બી.ડિવિઝન પોલીસ મથકે શૌકતના શંકાસ્પદ મોત અંગે રજુઆત કરી આ ઘટનાની સચ્ચાઈ બહાર લાવવા પોલીસ સમક્ષ કાકલૂદી કરતા બી.ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર બી.આર. ગોહિલે પ્રાથમિક રીતે અકસ્માતનો ગુનો દાખલ કરી મૃતક યુવકના મોત અંગે કાર્યવાહી હાથ ધરી હતી. બી ડીવીઝન પોલીસે કાયદાકીય તમામ મંજુરી મેળવ્યા બાદ ગોધરા એસડીએમ સહિત ઉચ્ચ અધીકારી ,એફએસએલ તેમજ પોલીસ કાફલો કબ્રસ્તાન પહોચ્યો હતો. પોલીસ બદોબસ્ત સાથે કબરમાંથી યુવાનનો મુતદેહ બહાર કાઢયો હતો. પ્રથમ મૃતદેહ ને ગોધરા સિવિલ ખાતે લઇ ગયા હતા. બાદમાં સિવિલના ડોકટર સાથે મૃતદેહને વડોદરાન મેિડકલ કોલેજ ખાતે લઇ જવાયો હતો. જયાં મૃતદેહનુ઼ પેનલ પીએમ કરાયુ઼ હતું. મેડીકલ કોલેજનો પીએમ રીપોર્ટ આવ્યા બાદ પોલીસ કાર્યવાહી હાથ ધરશે.કબરમાંથી મૃતદેહ બહાર કાઢવાની પ્રકીયા દરમિયાન ટોળાં ઉમટી પડયા હતા.
- Advertisement -
Latest News
- Advertisement -