મોરબીમાં જાલીડા ગામના તલાટીનો વીડિયો વાયરલ

admin
1 Min Read

સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓની ગેરવર્તૂણકના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં બન્યો છે. વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રોડના કામમાં કથિત રીતે ભ્રષ્ટાચાર થયો હોવાના મુદ્દે પંચાયતના સભ્યો તેના વિશે રજૂઆત કરવા માટે ગામના મહિલા તલાટીની કચેરીએ પહોંચ્યા હતા. રજૂઆત કરવા આવેલા સભ્યો તલાટીને પ્રશ્ન પૂછી રહ્યા હોવાનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળ્યું કે મહિલા તલાટીએ સદસ્યો સાથે ગેરવર્તૂણ કરી અને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. જનપ્રતિનિઘીઓને જવાબ આપવાના બદલે દાદાગીરી કરતો મહિલા તલાટીનો આ વીડિયો હાલમાં સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ મામલે જાલીડા ગ્રામ પંચાયતના સદસ્યોએ તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ મથકમાં અરજી આપી છે. જોકે, મહિલા તલાટીએ આ મામલે કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આપી નથી.

Share This Article