સંતરામપુરમાં મકાઈના પાકની વાવણી

admin
1 Min Read

મહિસાગર  જિલ્લામાં મકાઈના ઉભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ત્યારે જિલ્લાના સંતરામપુર તાલુકામાં શિયાળુ પાકમાં ખેડૂતો દ્વારા મકાઈના પાકની વાવણી કરવામાં આવી રહી છે.  મકાઈના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હતું અને જેના કારણે ખેડૂતો ચિંતાતુર ખેડૂતોએ ઉભાપાકમાં ઇયળના કારણે થતા નુકશાનથી બચાવવા દવાનો પણ છંટકાવ કર્યો હતો. શિયાળાની શરુઆત થતા જ મકાઈ, ઘઉ તથા કઠોળના વાવેતર ધરતીપુત્રોએ શરુ કર્યા છે. ઈયળોનો ઉપદ્રવ વધતા ફરી ખેડૂતો શિયાળુ પાકનું ઉત્પાદન કરવા મજબુર બન્યા છે. ખેડૂતો માટે આ વખતે કુદરતના કહેરના કારણે ખેતીમાં ખુબજ મોટું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે. મહીસાગરજિલ્લામાં ચોમાસામાં જરુર કરતા વધારે વરસાદ ત્યારબાદ કમોસમી વરસાદ અને હવે મકાઈ ના ઉભા પાકમાં ચારટપકાં વાળી ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે અને તેમણે મકાઈના પાકની ફરી વાવણી શરુ કરી દીધી છે.. મહત્વનું છે કે, અતિવૃષ્ટિ અને માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયુ છે. જેના પગલે ખેડૂતો પણ સરકાર સમક્ષ યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.

Share This Article