ભાવનગર પોલીસની ટ્રાફિક નિયમન માટે ગાંઘીગીરી

admin
1 Min Read

વિશ્વ શ્રધાંજલિ દિવસ નિમિતે ભાવનગર ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય તેવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શુભેચ્છા આપી હતી. પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિક નિયમોનું ભંગ કરનારા લોકોને ફૂલ આપી નિયમનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. પંરતુ ભાવનગર પોલીસ અને આરટીઓ દ્વારા નિયમો પાળનાર લોકોનું અભિવાદન કરી નવો જ ચીલો ચિતરવામાં આવ્યો છે.   ભાવનગર આરટીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે વાહન ચાલકોને શુભેચ્છા આપવામાં આવી હતી. શહેરના પાણીની ટાંકી પાસે આરટીઓ અને ટ્રાફિક પોલીસ અધિકારી અને જવાનોએ વાહન ચાલકો સાથે ગાંધીગીરી કરી ટ્રાફિકના નિયમનું પાલન કરતા હોય તેમને શુભેચ્છા સાથે અને જે ન કરતા હોય તેમને નિયમોનું પાલન કરવાની અપીલ સાથે લાલ ગુલાબનું ફૂલ આપ્યું હતું. આ કાર્યક્રમમાં ડીવાયએપી સહિતના અધિકારીઓ જોડાયા હતા.

Share This Article