RSPL ઘડી કંપનીને જમીન ફાળવતા વિવાદ સર્જાયો

admin
1 Min Read

દ્વારકામાં આરએસપીએલ ઘડી કંપનીને 1 હજાર 148 હેકટર જમીન મીઠાના અગર માટે ફાળવી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. દ્વારકાના મોટા આસોટા ગામના લોકો દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા વિરોધ કરી સુત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ પહોંચતા ગ્રામજનો વધુ રોષે ભરાયા હતા અને પોલીસ અને ગ્રામજનો વચ્ચે પણ બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. મહત્વનું છે કે,  કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા તેમજ નાના આસોટા, હાબરડી, જાકસીયા સહિતના 5 ગામના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. હતુ. કંપની સોડા એશ પ્લાન્ટ માટે મીઠાના અગર શરૂ કરવાની છે. જો મીઠાના અગર બને તો 8 હજાર વીઘા જમીનને પિયતનું પાણી પૂરું પાડતા ડેમ તેમજ પશુપક્ષીઓને પણ વ્યાપક નુક્સાન થાય તેમ છે. ખેડૂતોનું કહેવું છે કે મીઠાના અગરથી અમે પાયમાલ બનીશું. અમારે આપઘાત કરવાનો વારો આવશે.

 

Share This Article