ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ઝડફિયાનો મોટો ખુલાસો, અગાઉ મળી હતી ધમકી

admin
1 Min Read

ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતાની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ભાજપના નેતા અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે મુંબઈથી શાર્પ શૂટર અમદાવાદ આવ્યો હતો. જોકે, એટીએસએ તેને ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રથી આવેલો શાર્પશૂટર ગોરધન ઝડફિયાની હત્યા કરે તે પહેલા જ પકડાઈ ગયો હતો. ત્યારે આ અંગે ગોરધન ઝડફિયાએ મોટો ખુલાસો કર્યો છે.

તેમણે અગાઉ પણ ધમકી મળતી હોવાનો ખુલાસો કર્યો છે. ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ વધુમાં જણાવ્યું કે, મને કોઈ માહિતી ન હતી. મને આ વિશે ફોન દ્વારા માહિતી મળી છે. જોકે અગાઉ મને ધમકીઓ મળી ચૂકી છે. તેમણે કહ્યું કે,વલસાડ નવસારી જિલ્લામાં મારા પ્રવાસ દરમિયાન મને ધમકીઓ મળી હતી. તે અંગે મેં લેખિતમાં ગૃહમંત્રાલયને જાણ કરી હતી.

(File Pic)

મહત્વનું છે કે, શાર્પ શૂટર પકડાયા પછી ખૂદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે ગોરધન ઝડફિયાને માહિતી આપી હતી. તેમજ ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવાના આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાતમાં બે નેતાઓની દિનદહાડે હત્યા કરવામાં આવી હતી. જેમાં પણ મહારાષ્ટ્ર કનેક્શન ખૂલ્યુ હતું. ત્યારે વધુ એક ભાજપ નેતાની હત્યાનો ષડયંત્રનો પર્દાફાશ થતાં રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે.

Share This Article