ઝઘડો જોવામાં મશગુલ પાલતુ પશુઓનો વિડિયો વાયરલ

admin
2 Min Read

સામાન્ય રીતે તમે જોયું હશે કે કોઈ સોસાયટીમાં અથવા તો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ અને ત્યાં જો કોઈ બે લોકો વચ્ચે ઝઘડો થાય તો તમે ત્યાં ઉભા રહી જશો અને ઝઘડો જોવા લાગશો. માણસોમાં આ એક સામાન્ય બાબત બની ગઈ છે કે તેમને બે લોકો ઝઘડતા હોય તો એ શા કારણથી ઝઘડે છે તેમાં જિજ્ઞાસા વધુ હોય છે.

(File Pic)

જોકે, આ માત્ર માણસોમાં જ નહીં પણ પશુઓમાં પણ જોવા મળે છે. તેમને પણ લોકો ઝઘડતા હોય એ જોવામાં કેટલો રસ હોય છે એ આ વિડિયોમાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર આ વિડિયો ખૂબ જ વાયરલ થયો છે જે અલગ અલગ જગ્યાનો છે. વાયરલ થયેલ વિડિયોમાં જોઈ શકાય છે કે પાલતુ કુતરા અને બિલાડી તેમની આસપાસ થતો ઝઘડો જોવા કેટલા ઉતસુક હોય છે.

https://twitter.com/BestVideosBest/status/1295792403778023428?s=20

વાયરલ વિડિયોમાં એક બિલાડી તો ઝઘડો જોવામાં એટલી મશગુલ થઈ જાય છે કે તે પોતાના બે પગ પર ઉભી થઈ જાય છે અને બારીની બહાર શું થઈ રહ્યું છે તે જોવા લાગે છે. જ્યારે એક શ્વાન તો લોકોની બૂમો સાંભળીને 5થી 6 ફૂટની દિવાલ કૂદીને તેના પર ચઢીને જોવા લાગે છે. આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને સાથે સાથે તેને શેર પણ કરી રહ્યા છે.

Share This Article