દેશના વધુ છ એરપોર્ટના ખાનગીકરણને મળી મંજૂરી

admin
1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલ નિર્ણયો અંગેની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યુંકે, કેબિનેટ બેઠકમાં દેશના વધુ છ એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત છ એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન પ્રાઈવેટ પ્લેયરને સોંપવામાં આવ્યું છે.

(File Pic)

બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ઈંદોર, રાંચી, અમૃતસર, ભુવનેશ્વર, ત્રિચી અને રાયપુર એરપોર્ટના ખાનગીકરણને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, એરપોર્ટનું ખાનગીકરણ કરવાથી 1070 કરોડ રુપિયા મળશે. આ રકમનો ઉપયોગ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નાના શહેરોમાં એરપોર્ટના નિર્માણ માટે કરશે, જેનાથી નાના શહેરોમાં પણ મુસાફરોને વધુ સુવિધા પ્રાપ્ત થઈ શકે.

(File Pic)

મહત્વનું છે કે મોદી સરકારે એરપોર્ટ ઓથોરિટીના 12 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આ પહેલા અમદાવાદ, મેંગલુરૂ, લખનઉ, ગુવાહાટી, તિરુવનંતપુરમ અને જયપુર અરપોર્ટનું ખાનગીકરણ પહેલાથી જ કરવામાં આવી ચૂક્યુ છે. કોમ્પિટિટીવ બોલી પ્રક્રિયા અંતર્ગત ફેબ્રુઆરી 2018માં અદાણી એન્ટરપ્રાઈઝે આ છ એરપોર્ટના ઓપરેશન અધિકાર પ્રાપ્ત કર્યા હતા.

Share This Article