ગોંડલના રીબડા પાસે ડુપ્લીકેટ પરમીટથી મહારાષ્ટ્ર જતી બસ પકડાઈ

admin
1 Min Read

કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે પરપ્રાંતિય મજૂરોની હાલત કફોડી થવા પામી છે.  ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા 54 જેટલા શ્રમિકો પાસેથી પોણા લાખથી પણ વધુની રકમનું ભાડુ ઉઘરાવી ડુપ્લીકેટ પરમીટ સાથે મહારાષ્ટ્ર મોકલવાનું કૌભાંડ કરાયું હતું. ત્યારે તાલુકા પોલીસે રીબડા પાસે બસ પકડી પાડી બે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઇ અજયસિંહ જાડેજા દ્વારા પૂર્વ બાતમીના આધારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે રીબડા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમ્યાન ડુપ્લીકેટ પરમીટ સાથે મોટા મહીકાથી નીકળેલી  GJ 11 VV 3434 નંબર બસને અટકાવી તપાસ કરતા ડુપ્લીકેટ પરમીટનું કૌભાંડ બહાર આવ્યું હતું.  પોલીસે આશિષ નાનજીભાઈ વિરડીયા તેમજ તેના પિતા નાનજીભાઈ બેચરભાઈ વિરડીયા વિરુદ્ધ ipc  કલમ 465, 468,  471,  269,  188  તેમજ 114  મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article