રાજકોટમાં બળાત્કારનો કિસ્સો સામે આવ્યો, પોલીસ દ્વારા શખ્સોની કરવામાં આવી ધરપકડ

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. છતાં આ લોકડાઉન દરમિયાન દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. તેવામાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનાં ભુખી ગામમાં શરમજનક ઘટના સામે આવી છે. આ પરણિતાનું ત્રણ શખ્સોએ અપહરણ કરી પીરની દરગાહ પાસે લઇ જઇ બળાત્કાર ગુજારી મોબાઇલમાં બિભત્સ રેકોર્ડિંગ કરી વાયરલ કરવાની ધમકી દીધી હતી.

ત્યારબાદ પરિણીતા તેમના સંકજામાંથી છટકી પોતાના પતિને સમગ્ર આપવીતી જણાવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાના આધારે ગણતરીનાં કલાકમા પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડયાં હતા. આ અંગેની પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગામની પરણિતાનું ભૂખી ગામના રવિ કોળી, સાગર મહેન્દ્ર ઉર્ફે બળદ અને ચિરાગ વાણંદ નામના શખ્સોએ અપહરણ કરી પીરની દરગાહ પાસે લઇ જઇ ત્રણેય શખ્સોએ બળાત્કાર કર્યો હતો.

Share This Article