બનાસકાંઠામાં ધંધા રોજગાર શરુ કરાયા, પંચાયત દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

admin
1 Min Read

હાલ દેશભરમાં કોરોના વાયરસે આંતક ફેલાવ્યો છે. આ મહામારીને પગલે છેલ્લા કેટલાય સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉનમાં તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા અને માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવી રહી છે.

તેવામાં બનાસકાંઠા જીલ્લાના ભીલડીમાં ફરી ધંધો-રોજગાર શરૂ કરવામાં આવ્યો છે. ગામની પંચાયત અને આગેવાનોએ સાથે મળીને નિર્ણય લીધો હતો. લોકોને જીવન જરૂરિયાત ચીંજ વસ્તુઓને લઈ બહુ જ મોટી તકલીફ પડતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા.

થોડા દિવસો પહેલા જ બજાર બંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આવશ્યક જરૂરિયાત ચીંજ વસ્તુઓને લઈ મુશ્કેલી સર્જાઈ રહી હતી. તેથી આગેવાનો, વેપારીઓ અને પંચાયત દ્વારા હાલ ધંધો અને રોજગાર શરૂ કરવામાં આવ્યા હતા. તેથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Share This Article