ગુલાબનગર નજીક પાનની કેબીનમાં થયેલી ચોરીનો મામલો, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

admin
1 Min Read

જામનગરના ગુલાબનગર નજીક પાનની કેબીનમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. મહત્વનુ છે કે, હાલ લોકડાઉનની સ્થિતિમાં પાન મસાલા તેમજ તમાકુના વ્યસનીઓ હવે ચોરીના રવાડે ચડ્યા છે. તેમજ જામનગરમાં ગત રાત્રે ત્રણ જેટલા શખ્સો પાનની કેબિનમાંથી તમાકુ તેમજ વેફર્સ અને ટીવીની ચોરી કર્યાની ઘટના સામે આવી છે.

તેમજ ગુલાબ નગરમાં ગત રાત્રિના ત્રણ શખસોએ તમાકુ, વેફર્સના પેકેટ અને ટીવીની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે.  મહત્વનું છે કે ચોટીલામાં માવા મસાલાના વેપારી પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરતાં તમાકુ ગુટખા જેવી ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે વ્યસનીઓ હવે ચોર બની ગયા છે. તેઓ લોકોને પાન મસાલા વગર ચાલે તેમ નથી. જેથી તેઓ રાત્રિ દરમિયાન પાન મસાલાની દુકાનોના તાળાં તોળી ચોરીને અંજામ આપી રહ્યા છે.

Share This Article