સુરતમાં લોકડાઉનનું ભંગ, મહિલાઓ ખરીદી કરવા નીકળી

admin
1 Min Read

સુરતમાં લૉકડાઉન-કર્ફ્યૂ છૂટતા મહિલાઓ ખરીદી કરવા નીકળી.  લોકો સંક્રમિત થવામાં કોઈ કચાસ બાકી રાખતા નથી. મહત્વનું છે કે, કોરોનાને હરાવવા માટે તંત્ર લોકડાઉન,  સોશિયલ ડિસ્ટન્સિંગ, કર્ફ્યુ જેવી બાબતો લાગુ કરી રહી છે પણ કેટલાક લોકો પર જાણે આવી બાબતોની કોઈ અસર જ થતી નથી.

આવા લોકો જ કોરોના ફેલાવી રહ્યાં છે.  સુરતમાં બપોરે કર્ફ્યુમાં મળેલી છૂટના સમયે લોકો ખરીદી કરવાના બહાને એવા ટોળે વળ્યા કે લોકડાઉન,  કર્ફ્યુ, સોશિયલ ડિસ્ટન્સ બધા પર પાણી ફરી વળ્યું છે. કર્ફ્યુમાં મહિલાઓ માટે જ છૂટછાટ છે છતાં પુરુષો પણ ખરીદી કરવા પહોંચી ગયા હતા.  સુરતમાં કાંસકીવાડ ખાતે મહીલાઓએ ખરીદી માટે ભારે ભીડ જમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસને કારણે ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે સરકાર દ્વારા લોકડાઉન પણ વધારવામાં આવ્યું છે. ત્યારે લોકો લોકડાઉનનું સરેઆમ ભંગ કરતાં જોવા મળી રહ્યા છે.

Share This Article