તેજસ્વી વિધાર્થીઓનું સન્માન સમારોહ યોજાયું

admin
1 Min Read

બાબરકોટ ગ્રામ પંચાયત આયોજિત સન્માન સમારોહ ગામનાં 120 થી વધું વિધાર્થીઓને વિવિધ અભ્યાસમા સફળતા બદલ વિવિધ ઈનામથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.જેમાં ધોરણ 1 થી 12 , કૉલેજ , M A , B. ED, ડિપ્લોમા ,ડીગ્રી ,BSC , નર્સિંગ , વગેરે વિવિધ સ્તરે સફળ થયેલ 120 વધું વિધાર્થીઓને સન્માન કરવામાં આવ્યાં હતાં.તેમજ વિવિધતામાં એકતા ગ્રુપ બાબરકોટ દ્રારા કાર્યક્રમ  સંચાલન કરવામાં આવ્યુ હતુ.તેમજ ગામની  15 વિવિધ રાસ ગરબાનાં ગ્રુપ દ્રારા ગરબાનાં રાસ રમાડવામાં આવ્યાં હતાં.તેમાં 100 થી બાળાઓ જોડાઇ હતી .તમામ બાળાઓને પણ ઈનામથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.તદ્ઉપરાંત સૌથી અગત્યની બાબત એ હતી કૈ સન્માન સામરોહમા બાબરકોટ ગ્રામ પંચાયત દ્રારા ધોરણ 10 મા પાસ થનાર અને  70% થી વધું માર્ક્સ મેળવેલ તમામ  વિધાર્થીઓને 5000/- નાં ઈનામથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.તેમાં પ્રથમ નંબર કમલેશ કરસનભાઈ , બીજા નંબરે હિતેશ નનાભાઈ ભાલિયા , ત્રીજા નંબરે સુનિલ કાનજીભાઈ સાંખટ અને તુલસીબેન નીતિનભાઈ સાંખટ અને ચોથા નંબર વાઘેલા દક્ષાબેન ખોડૂભાઈ વાઘેલા ને એમ તમામ વિધાર્થીઓને બાબરકોટ ગ્રામ પંચાયત દ્રારા  5000/- રૂપિયા નું ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

 

Share This Article