થરાદના મોરથલ ગામે ભાજપ-કોંગ્રેસ એક મંચ પર

admin
1 Min Read

ગુજરાતમાં છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાવા લાગ્યુ છે. થરાદ વિધાનસભાની ચુંણીમાં પ્રચાર પડઘમની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે થરાદ તાલુકાના મોરથલમાં એક સામાજીક પ્રસંગમાં ભાજપ અને કૉંગ્રેસના અગ્રણીઓ એક મંચ પર બેઠેલા જોવા મળ્યા હતા. જોકે ભાજપની નિર્ધારિત બેઠક હોઇ તેમાં કૉંગ્રેસના પ્રતિનીધીઓ પહોંચી જતાં તેમને ભાજપ સરકારના ગુણગાન સાંભળવા પડ્યા હતા. જો કે ભાજપના અગ્રણીઓ જમવા ગયા બાદમાં કૉંગ્રેસના અગ્રણીઓએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું.  થરાદના મોરથલ ગામમાં ઠાકોર સમાજમાં ગંગાથાળીનો પ્રસંગ હતો. આ પ્રસંગને અનુલક્ષીને ગામમાં ભાજપની વિધાનસભાની પેટાચુંટણીના પ્રચારસભાનું પણ આયોજન કરાયું હતું. આથી ભાજપના સાંસદ પરબતભાઇ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દાંનાજી માળી ,ઉમેદવાર જીવરાજભાઇ પટેલ ભાજપના સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ થરાદ તાલુકાના ભોરડુંમાં કૉંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ઈન્દ્રવિજયસિંહ ગોહીલની ઉપસ્થિતીમાં ઉમેદવાર ગુલાબસિંહની સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બન્ને પાર્ટીના આગેવાનોએ સામ સામે આક્ષેપો કર્યા હતા.

Share This Article