ડભોઈમાં જમણી સૂંઠના ગણેશ મંદિરમાં ભક્તોની ભીડ

admin
1 Min Read

કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે સંકટ ચોથના દિવસે ગણેશજીની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે તો બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ત્યારે સંકટ ચોથ હોવાથી આ દિવસે રાજ્યના વિવિધ ભાગોમાં ગણેશજીના મંદિરોમાં ભક્તોએ ગણેશજીની પૂજા અર્ચના કરી તેમની કૃપા પ્રાપ્ત કરી હતી. વડોદરા ખાતે પણ ગણેશ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વડોદરાના ડભોઇના કન્યાશાળા વિસ્તારમાં 225 વર્ષ પૌરાણીક જમણી સૂંઢના શ્રી ગણેશજીનું મંદીર આવેલું છે. ડભોઇના કન્યાશાળા ખાતે નજીક પૌરાણીક ગાયકવાડી શાસનકાળનું 225 વર્ષ જૂનું જમણી સૂંઢના શ્રી ગણેશજીનું સિધ્ધીવીનાયક મંદીર આવેલ છે આ મંદીર નું નિર્માણ સરસયાજીરાવ ગાયકવાડ દ્વારા કરાવામાં આવ્યું હતું. આ મંદીરે ગણેશ ભક્તો દર ચોથના દિવસે મહાઆરતીનું આયોજન કરી વિશેષ ભક્તિ અદા કરે છે. સંકટ ચોથ હોવાથી આ દિવસે ગણેશજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. આ અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. હિન્દુ ધર્મ અનુસાર જમણી સૂંઢના ગણેશજીનું મહત્વ ખૂબ હોય છે અને સાક્ષાત વિઘ્નહર્તા આ સ્વરૂપમાં ભક્તોના વિઘ્નો હરતા હોવાની હિન્દુધર્મમાં માન્યતાઓ છે.

Share This Article