દાહોદમાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો

admin
1 Min Read

ધાનપુર તાલુકાના સિંગાવલી ગામના એક પરિવાર પીકપ બોલેરો લઈને નવા વર્ષના દર્શનાર્થી ફરવા માટે જઈ રહ્યો હતો. જેમાં સિંગાવલીના પોતાના કુટુંબ પરિવારના તેમજ અન્ય ગામના સગા સંબંધીઓ સાથે રવાના થયા હતા અને અને ઘરેથી નીકળ્યા બાદ માંડ બે કિલોમીટર અંતર કાપી અને પીપેરો તળાવ નજીક આવતા પીકપ બોલેરો ટાયર ફાટતા રસ્તા વચ્ચે પીકપ બોલેરો પલટી ખાઇ ગઇ હતી. જેમાં લગભગ 30 જણા દર્શનાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. પીકપ બોલેરોમા સવાર તમામને નાની-મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચતા તમામને ધાનપુર દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ધાનપુર દવાખાનામાં કોઈ તબીબ ન હોવાથી તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ઝાયડસ હોસ્પિટલમાં બેનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોની તબીયત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બાકીના તમામને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું માહિતી સાંપડી રહી છે. Bolero pik-up પલટી ખાતા પીપેરો તેમજ ધાનપુરમા સમગ્ર ગ્રામજનો તેમજ લાગતા વળગતા દોડી આવ્યા હતા અને ગામ આખુ જાણે હિબકે ચડયુ હતું અને તમામ ઇજાગ્રસ્તોને તાબડતોબ દાહોદ સારવાર અર્થે લઈ જવા માટેની કવાયતમાં મદદરૂપ બન્યા હતા.

Share This Article