રાજકોટ : ધોરાજીમાં આવેલ મહાલક્ષ્મી માતાજીમાં ભક્તોની ભીડ

admin
1 Min Read

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલ એક માત્ર મહાલક્ષમી માતાજીનું મંદિર આવ્યું છે. આ ઐતિહાસીક અને પ્રાચીન  મંદિરમાં દરેક  ધાર્મિક તહેવારો ખુબ જ ઉત્સાહ ઉમંગ ભાવભેરથી ઉજવવામાં આવે છે. જેમાં નવરાત્રી હોય કે દિવાળીમાં વિવિધ રોશનીથી વિવિધ ફૂલોથી મંદિરને શણગારવામાં આવે છે. ભદ્રકાળી માતાજી, અંબાજી માતાજી, ગણેશ ભગવાન તેમજ મહાદેવની પણ મુર્તિઓ છે. તથા અગાસી પર મોટો ઘુમ્મટ પણ છે. નવરાત્રીમાં નવે નવ દિવસ માતાની આરાધના કરાય છે. મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને દિવાળીનાં દિવસોમાં પણ મહાલક્ષમી મંદિર લોકોનું આસ્થા કેન્દ્ર બની રહે છે. મંદિરને વિવિધ રોશનીથી અને ફૂલોથી શણગારવામાં આવે છે. ધોરાજી તથા અન્ય શહેરોમાંથી દર્શન માટે લોકો ઉમટી પડે છે. દરેક ભક્તોની દરેક મનોકામના  માતાજી પૂર્ણ કરે છે નવરાત્રી હોય કે દિવાળી મહાલક્ષમી મંદિર ખાતે આવતાં ભક્તોને માતાજીની ચુંદડી તથા કંકુ આર્શીવાદ રૂપે આપવામાં આવે છે. ધોરાજી તથા અન્ય શહેરોમાંથી દર્શન માટે હજારોની સંખ્યામા ભાવિકો ઉમટી પડે છે.

Share This Article