મહિલા દિવસ સ્પેશિયલ : મહિલાઓ માટે ઉમદા ઉદાહરણ પૂરૂ પાડતી મહિલા ક્રિકેટર, અંગત શોખનું બલિદાન આપી જીજ્ઞા ગજ્જર બાળકોન શિખવે છે ક્રિકેટ

admin
3 Min Read

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચે ઊજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મુખ્યત્વે મહિલાઓ દ્વારા અલગ-અલગ ક્ષેત્રોમાં તેમના યોગદાનના લીધે મનાવવામાં આવે છે. આ સિવાય મહિલાઓ લઈને સમાજના લોકોને જાગ્રત કરવા, મહિલાઓને તેમના અધિકારો પ્રતિ જાગરૂક કરવા અને તેમને પ્રેરિત કરવા આ દિવસ મહત્ત્વપૂર્ણ છે….

ત્યારે મહિલા દિવસ પર એક એવી ગુજરાતી મહિલા ક્રિકેટર વિશે જાણીશું જેમણે નેમ લીધી છે એવા બાળકોને સારા ક્રિકેટર બનાવવાની જેમની પાસે પ્રોફેશનલ કૉચિંગ તો દૂર ક્રિકેટ કિટ ખરીદવાના પણ પૈસા નથી. વર્ષ 2003 થી 2008 સુધી વેસ્ટ ઝોન તરફથી ક્રિકેટ રમી ચુકેલ ભૂતપૂર્વ ક્રિકેટર જીજ્ઞા ગજ્જર  અમદાવાદમાં અંડર પ્રિવિલેજ્ડ બાળકોને મફતમાં ક્રિકેટ શીખવાડે છે. સાથે જ કિટ, પોષાક સહિતનો ખર્ચ પણ તેઓ જ ઉપાડે છે.

(પોતાના અંગત શોખનું બલિદાન આપ્યું)

પોતાના અંગત શોખનું બલિદાન આપીને જીજ્ઞા આ બાળકોના ભવિષ્યને નિખારી રહ્યા છે.જીલ્લા કક્ષાએ બેસ્ટ બોલર તરીકે અનેક એવોર્ડ પોતાના નામે કરનાર અમદાવાદની જીજ્ઞા ગજ્જર પોતાની હુનરનો ઉપયોગ ગરીબ બાળકોને ક્રિકેટ શીખવાડી તેમનામાં એક નવી જિજ્ઞાશા જગાડવાનું કામ કરી રહ્યા છે.

જીજ્ઞા ગજ્જરે ગુજરાતમાં મહિલાઓ માટે એક અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ક્રિકેટ ક્ષેત્રે જીજ્ઞા ગજ્જરે ગુજરાત ટીમ માટે વર્ષ 2003થી 2008 દરમિયાન વેસ્ટ ઝોન ક્રિકેટ રમી ચૂક્યા છે. પરંતુ લગ્ન બાદ તેમની ક્રિકેટ કારકિર્દી આગળ વધી શકી નહીં પરંતુ તેમણે પોતાના આ ધ્યેયને અલગ મુકામ આપતા આર્થિક રીતે પછાત અને પ્રતિભાશાળી બાળકોને તૈયાર કરવાનું નક્કી કર્યું.

મહત્વની વાત તો એ છે કે તેઓ અત્યારે Jane crick Heroes Academy  ચલાવી રહ્યા છે. જ્યાં  ક્રિકેટ શિખવાડવા માટે કોઈ પણ પ્રકારની ફી લેતા નથી અને ક્રિકેટ કિટથી લઇને ન્યૂટ્રિશિયન પણ પૂરૂ પાડે છે.

જીજ્ઞા ગજ્જરે જણાવ્યું હતું કે મારા લગ્ન થયા ત્યાં સુધી વેસ્ટ ઝોનમાં મહારાષ્ટ્ર, બરોડા, વિદર્ભ અને ગોવા જેવી ટીમો સામે રમતી હતી. પરંતુ લગ્ન બાદ પારિવારિક જવાબદારીના કારણે ક્રિકેટ માટે સમય આપવો મુશ્કેલ બન્યો હતો. ત્યારબાદ મને વિચાર આવ્યો કે BCCI નો કોચિંગ કોર્સ કરી અને ત્યારબાદ ગરીબ અને આર્થિક રીતે પછાત એવા પ્રતિભાશાળી બાળકોને ક્રિકેટ શીખવવાનું શરૂ કરું અને આ વિચારને હકિકતમાં બદલવા માટે મારા પરિવારે મારો ખુબ સપોર્ટ કર્યો છે….આજે મહિલા દિવસ પર જીજ્ઞા ગજ્જર જેવી અનેક મહિલાઓ કે જે દેશની અન્ય મહિલાઓ તેમજ સમાજ માટે પ્રેરણારુપ બની રહી છે…

Share This Article