પંચમહાલ-કંજરી બાયપાસ રોડ પાસે ટેમ્પામાં લાગી આગ

Subham Bhatt
2 Min Read

પંચાંહાલના હાલોલ નગરની બહાર ગોધરા બાયપાસ રોડ પર આવેલ કંજરી બાયપાસ ચોકડી ખાતે પુલપાસે એક આઈસર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં આઇસર ટેમ્પોમાંભરેલ ઘરવખરીનો સામાન આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ થઈ જવા પામ્યો હતો જ્યારે આઇસરટેમ્પોમાં આગ લાગવાને પગલે ઘટનાસ્થળે લોક ટોળા ઉમટયા હતા.બનાવની મળતી વિગતો પ્રમાણેહાલોલ નગરની બહાર હાલોલ ગોધરા હાઈવે બાયપાસ રોડ પર રહીને એક આઈસર ટેમ્પો પસાર થઈરહ્યો હતો ત્યારે કંજરી બાયપાસ ચોકડી પર પુલ પાસે આઇસર ટેમ્પોમાં કોઈ કારણોસર એકાએક આગલાગવાની ઘટના બનવા પામી હતી જેમાં આઇસર ટેમ્પોમાં આગ લાગતા આઇસર ટેમ્પોમાં ભરેલઘરવખરીનો સામાન આગની જ્વાળાની લપેટમાં આવી ગયો હતો અને જોતજોતામાં આઇસર ટેમ્પોમાંલાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભીષણ આગથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉઠવાપામ્યા હતા જ્યારે આઇસરમાં આગ લાગતા આઇસરના ચાલકે આઈસરને મુખ્ય રોડ પર ઉભી રાખી સમયચૂકતા વાપરી આઇસરમાંથી ઉતરી ગયો હતો

 

A fire broke out in Tampa near the Panchmahal-Kanjari bypass road

જ્યારે આઇસરમાં આગના બનાવના પગલેઆસપાસથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો રોકી દઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યારે આકાશમાં દૂર સુધી ઉઠતા ધુમાડા ગોટે ગોટા જોઈ આસપાસથી પણ લોકો ઘટનાસ્થળે દોડીઆવતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતા અને તાત્કાલિક બનાવ અંગે હાલોલ નગર પાલિકાનીફાયર ફાઇટરની ટીમને જાણ કરવામાં આવી હતી જેમાં બનાવ અંગેની જાણ થતા હાલોલનગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ અગ્નિશમન વાહનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અનેઆઇસર ટેમ્પો પર લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવવાની કોશિષમાં જોતરાઈહતી જેમાં ફાયર ફાઈટરની ટીમે કલાકોની જહેમત બાદ આઇસર ટેમ્પોમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યોહતો જોકે તે દરમિયાન આઇસર ટેમ્પોમાં ભરેલ ઘરવખરીનો મોંઘો સામાન જેમાં ફ્રીજ, ટીવી, એસીસહિતનો સામાન આગમાં બળીને ખાખ થઇ જવા પામતા આઇસર ટેમ્પોમાં ઘરવખરીનો સમાન લઈને  જતા સામાન માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું.

Share This Article