ભરુચ-તલોદરા ગામ નજીક ફોર વ્હિલ ગાડીએ બાઇકને અડફેટે લીધું

Subham Bhatt
1 Min Read

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામ નજીક જીઆઇડીસીના માર્ગ પર એક ફોર વ્હિલ ગાડીઅને બુલેટ મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ઇજાઓ થઇ હતી.ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ ઝઘડીયા તાલુકાના રંદેરી ગામનો રહીશ અને હાલઅંકલેશ્વર ખાતે રહેતો રાકેશભાઇ શ્યામજીભાઇ પટેલ નામનો ૨૧ વર્ષીય યુવક ઝઘડીયા જીઆઇડીસીનીએક કંપનીમાં નોકરી કરે છે. આ યુવક ગતરોજ તા.૭ મીના રોજ બપોરના દોઢ વાગ્યાના અરસામાં બુલેટ મોટરસાયકલ લઇને જીઆઇડીસીમાં નોકરીએ જઇ રહ્યો હતો.

A four-wheeler near Bharuch-Talodara village hit the bike

ત્યારે તે દરમિયાન તલોદરા તરફથી આવતી એક ફોર વ્હિલ ગાડીએ બુલેટ મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ચાલક રાકેશ નીચેપડી ગયો હતો. આ અકસ્માતમાં રાકેશને હાથ પર તેમજ ખભા પર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જી ફોરવ્હિલ ગાડીનો ચાલક નાશી છુટ્યો હતો. ઇજાગ્રસ્ત રાકેશને અંકલેશ્વર ખાતે ખાનગી દવાખાનામાં સારવારમાટે લઇ જવાયો હતો. અકસ્માત બાબતે ઇજાગ્રસ્ત રાકેશભાઇની ફરિયાદ મુજબ ઝઘડીયા પોલીસેઅકસ્માત સર્જી નાશી ગયેલ ફોર વ્હિલ ગાડીના અજાણ્યા ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Share This Article