રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં નોંધાયા વધુ 1136 કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાએ હવે રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે. 31જુલાઈ સાંજથી 01 ઓગસ્ટ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1136 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 62574 થઈ છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 875 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

(File Pic)

જ્યારે 24 કલાકમાં વધુ 24 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2465 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 45782 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે.

સુરતમાં 24 કલાકમાં 262 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 146, વડોદરામાં 95 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 87, ભાવનગરમાં 44, મહેસાણામાં 46, ભાવનગરમાં 44 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત અન્ય જિલ્લાની વાત કરીએ તો જામનગરમાં 42, ગીર સોમનાથમાં 37, દાહોદમાં 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 14327 એક્ટિવ કેસ છે. જેમાં 78 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 14249 સ્ટેબલ છે.

Share This Article