સિવિલ ડિફેન્સના કાર્યકરના ઘરે જુગાર ધામ ઝડપાયું

admin
1 Min Read

સિવિલ ડિફેન્સના કાર્યકરના ઘરે ચાલતાં જુગાર ધામ પર પોલીસે રેડ કરી 11 જુગરિયાઓને હજારોની માલમત્તા સાથે ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી હતી. મહત્વનુ છે કે, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મહેશ્વરી સોસાયટીમાં સિવિલ ડિફેન્સ કાર્યકરના ઘરે ધમધમતાં જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 11  જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યાં છે.

પોલીસે તેઓ પાસેથી 7,200ની રોકડ રકમ અને 31,500ની કિંમતના મોબાઇલ સાથે કુલ 38,700ની મતા કબજે કરી છે. પોલીસે સોસાયટીના રહિશોની વ્યાપક ફરિયાદો પછીથી કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર રમતાં ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી મુળજીભાઈ ચૌહાણ, કાન્તીભાઈ મગનભાઇ પ્રજાપતિ,  દેવલભાઈ કાંન્તીભાઈ પ્રજાપતિ , શૈલેષકુમાર ભાઈલાલભાઇ ચાવડા, પ્રવીણભાઇ દેવજી વણકર, માંજલપુર  મુળજીભાઈ રવજીભાઇ જાદવ , વિપુલભાઈ કનૈયાલાલ ત્રિવેદી ,  અલવાનાકા ,  કનુભાઈ મુળજીભાઈ ચૌહાણ વગેરેનો સમાવેશ થયો છે.

Share This Article