પરપ્રાંતિઓને વતન મોકલવા માટે કોંગ્રેસ દ્વારા અપાયું ભાડું

admin
1 Min Read

પરપ્રાંતિઓને વતન મોકલવા માટે કોંગ્રેસ દ્વારા કરાયેલા 3000 લોકોની નોંધણી પૈકી લગભગ 350 જેટલાં શ્રમિકોને તેમના વતન અલીગઢ જવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળતાં શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા શ્રમિકોને 500 રૂપિયા ભાડું આપવામાં આવ્યું હતું. મહત્વનુ છે કે, લોકડાઉનમાં અટવાઈ ગયેલા શ્રમિકોને તેમના વતન મોકલવા રાજ્યસરકાર દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

જોકે, કેટલાક લોકોને ઓન લાઈન પ્રક્રિયા કરતાં ન આવડતી હોઈ તો કેટલાક લોકો પાસે વતન જવા માટે નાણાં ન હોઈ અટવાઈ ગયા હતા. તેવામાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા પરપ્રાંતિઓને તેમના વતન મોકલવા માટે સુવિધા તેમજ ભાડું સુદ્ધા આપવા આદેશ કરવામાં આવ્યા હતા. જેને લઈ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 3000 જેટલા વતન જવા માંગતા શ્રમિકોની નોંધણી કરવામાં આવી હતી.

જેમાંથી 350 જેટલા શ્રમિકોને પોતાના વતન અલીગઢ ખાતે જવાની મંજૂરી મળતાં આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આ તમામ શ્રમિકોને બોલાવી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કાઉન્સિલર અનિલભાઈ પરમાર તથા કાર્યકર્તાઓ દ્વારા 500 રૂપિયા ભાડું આપવામાં આવ્યું હતું.

Share This Article