પાદરામાં પ્રથમ કોરોનાંનો કેસ, કલેકટર શાલિની અગ્રવાલે પાદરાની મુલાકાત લીધી

admin
1 Min Read

પાદરામાં પ્રથમ કોરોનાંનો કેસ આવ્યા બાદ જીલ્લા કલેકટર શાલિની અગ્રવાલે પાદરાની મુલાકાત લઈ આરોગ્ય અંગેની સમીક્ષા કરી હતી. મહત્વનુ છે કે, પાદરમાં એક યુવાનને કોરોનાં પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા મચી જવા પામ્યો છે અને વિસ્તારને કન્ટેઈનમેન્ટ જાહેર કરીને અવર જવર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે.

આસપાસના વિસ્તારમાં બંગાળી ફળિયું, કોઠી ફળિયું અને રાણાવાસ વિસ્તારને બફર ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે. આજે જીલ્લાનું વહીવટી તંત્ર પાદરા ખાતે દોડી આવ્યું હતું. જેમાં જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, જીલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ, સહિત એસ.ડી.એમ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની પાદરાના વહીવટી તંત્ર સાથે મિટિંગ યોજી હતી.

મિટિંગમાં પાદરા મામલતદાર અને ટીડીઓ, નગરપાલિકા સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. તેવામાં આરોગ્ય લક્ષી  સેવાઓનો રીવ્યુ પણ મેળવ્યો હતો. ત્યારબાદ ઓધવભુલાની ખડકીજે કોરોનાં કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાત જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે લીધી હતી. સ્થાનિકો સાથે વાતચીત પણ કરી હતી.

ત્યારબાદ પાદરાના વિભાગ્ય તાલીમ પાસેના ગવર્મેન્ટ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ જેને કોવિડ 19 કેર સેન્ટર બનાવાયું છે. તેની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારબાદ વડોદરા જીલ્લા પોલીસ વડા અને વહીવટી તંત્ર દ્વારા પાદરા નગરમાં ફ્લેગમાર્ચ પણ યોજાઈ હતી.

Share This Article