મુંબઈ લોકલ ટ્રેનમાં 14 વર્ષ પહેલા ચોરાયેલું પર્સ તેના માલિકને કરાયું પરત

admin
2 Min Read

મુંબઈની લોકલ ટ્રેન મુંબઈની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. જોકે આ લોકલ ટ્રેનમાં ઘણી વખત મુસાફરોને કડવા અનુભવ તો સારા અનુભવ પણ થતા હોય છે. ખાસ કરીને ચોરીની ઘટના લોકલ ટ્રેનમાં સામે આવતી હોય છે. ત્યારે 14 વર્ષ પહેલા લોકલ ટ્રેનમાંથી ચોરાયેલુ એક પર્સ તે શખ્સને પરત મળ્યુ હોવાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મુંબઈમાં એક શખ્સને તેનું ખોવાયેલુ જુનુ પર્સ આખરે 14 વર્ષ પછી મળ્યુ છે. આ પર્સ 14 વર્ષ પહેલા મુંબઈની લોકલ ટ્રેનમાં ખોવાયુ હતું જેમાં તે સમયે 900 રુપિયા પર્સમાં હતા.

(File Pic)

વર્ષ 2006માં ખોવાયેલુ આ પર્સ શખ્સને 14 વર્ષ બાદ પરત મળ્યુ છે અને પોલીસે પર્સના માલિકને તેની રકમ પણ પરત કરી છે. રેલવે પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, વર્ષ 2006માં સીએસએમટી-પનવેલ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે હેમંત પડળકર નામના મુસાફરનું પાકીટ ચોરાઈ ગયું હતું. એ પછી લગભગ 14 વર્ષ બાદ ગત એપ્રિલ મહિનામાં ગવર્મેન્ટ રેલવે પોલીસ-વાશી વિભાગે પાકીટના માલિકને ફોન કરીને એનું પાકીટ મળ્યાની જાણ કરી હતી.

(File Pic)

જોકે, કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ હોવાથી હેમંત પડળકર પાકીટ મેળવવા જઈ શક્યા નહોતા. ત્યારબાદ લોકડાઉન હળવું કરાયા બાદ પનવેલમાં જ રહેતા પડળકર વાશી શહેર સ્થિત જીઆરપી ઓફિસે પહોંચ્યા હતા અને રૂપિયા સહિત એમનું પાકીટ એમને પાછું મળ્યું હતું. આ અંગે હેમંત પડળકરે માહિતી આપતા કહ્યું કે પાકીટ ચોરાયું હતું ત્યારે એમાં 900 રૂપિયા હતા. એમાં નોટબંધી પૂર્વે ચલણમાં રહેલી 500 રૂપિયાની એક જૂની નોટ પણ હતી. વાશી જીઆરપી ઓફિસે મને 300 રૂપિયા પાછા આપ્યા છે. એમણે સ્ટેમ્પ પેપરના કામ માટે 100 રૂપિયા કાપી લીધા હતા. બાકીના 500 રૂપિયા જૂની નોટને નવી નોટમાં બદલી કરાયા બાદ મળી જશે.

Share This Article