ICC ટેસ્ટ બેટ્સમેનની યાદીમાં કોહલી બીજા ક્રમે યથાવત

admin
1 Min Read

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પરિષદ (આઈસીસી) દ્વારા રેન્કીંગ જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ICC દ્વારા જાહેર રેન્કિંગમાં ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાન પર યથાવત છે.

બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ પર ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ, બીજા સ્થાને વિરાટ કોહલી અને ત્રીજા સ્થાને કીવી કેપ્ટન કેન વિલિયમ્સન છે. આઈસીસીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેનોમાં ચેતેશ્વર પૂજારા 8 અને અંજ્કિય રહાણે 10માં ક્રમાંકે યથાવત છે.

આ યાદીમાં પાકિસ્તાનનો બાબર આઝમ છઠ્ઠા જ્યારે ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રુટ નવમાં સ્થાને છે. પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં શૂન્ય અને નવ રનની ઈનિંગ રમનાર બેન સ્ટોક્સ ચોથા સ્થાનથી ખસકીને સાતમાં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સમાપ્ત થયેલી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રિસ વોક્સ અને શાન મસૂદને મોટો ફાયદો થયો છે. જ્યારે ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 156 રન બનાવનાર ડાબોડી બેટ્સમેન મસૂદ 14 સ્થાનના સુધારની સાથે કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 19 પર પહોંચી ગયો છે. મેચની બીજી ઈનિંગમાં અણનમ 84 રન બનાવવાની સાથે છઠ્ઠી વિકેટ માટે જોસ બટલરની સાથે 139 રનની ભાગીદારી કરી ઈંગ્લેન્ડને જીત અપાવનાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ બેટ્સમેનોની યાદીમાં 18 સ્થાનના સુધાર સાથે 78મા સ્થાને આવી ગયો છે.

Share This Article