સ્વચ્છતાનો ખ્યાલ એ જૂના તબીબી ખ્યાલ સાથે સંકળાયેલો છે, તેવી જ રીતે વ્યક્તિગત અને વ્યવસાયિક દેખરેખની આદતો પણ મોટા ભાગે જીવનપ્રણાલી સાથે જોડાયેલી છે. સ્વચ્છતાની આદતો એ તબીબી વિજ્ઞાનમાં તેમજ ઘર(પ્રાદેશિક) અને જીવનની રોજિંદી પ્રક્રિયાઓમાં રોગોનો ફેલાવો અને તેની અસર ઘટાડવાના પ્રતિબંધક માપદંડો તરીકે છે. ત્યારે ભારત સરકારના સ્વચ્છતા અભિયાન તેમજ પ્લાસ્ટિક મુક્ત દેશ બનાવવાના હેતુસર પાલેજથી પાંચ કીમીના અંતરે આવેલા ભરૂચના ઇખર ગામની બી એમ શાળાના છાત્રોની એક વિશાળ રેલી યોજાઇ હતી. શાળાના પટાંગણમાંથી હાથમાં વિવિધ સુત્રો સાથે છાત્રોની રેલી ગામના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી પરત શાળાએ આવી રેલીનું સમાપન કરાયું હતું. ભારત સરકારના સ્વચ્છતા અભિયાન તેમજ પ્લાસ્ટિક મુક્ત દેશના સુંદર સંદેશ સાથે છાત્રોએ સુત્રોચ્ચાર કરી ગ્રામજનોને અાકર્ષિત કર્યા હતા. સમગ્ર રેલીનું સંચાલન શાળા આચાર્ય સહિત શિક્ષકગણે સફળ રીતે આયોજન કરી રેલીને સફળ બનાવી હતી…
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -