સમુદ્રમાંથી મળી આવ્યું દુર્લભ પ્રજાતિનું જીવ, જેની કિંમત છે લાખોમાં

admin
2 Min Read

અજીબો ગરીબ દેખાતું આ જીવ એક સમુદ્રી જીવ છે. હાલમાં જ આ વિચિત્ર સમુદ્રી જીવના ફોટો અને વિડિયો સામે આવ્યા છે જે દુર્લભ ગોઝનેક બાર્નેકલ નામની એક પ્રજાતિ છે. આ દુર્લભ જીવના ફોટો અને વિડિયોને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. બ્રિટિશ બીચ પર જોવા મળેલ વિચિત્ર સમુદ્રના જીવોના દ્રશ્યો 47 વર્ષીય માર્ટિન ગ્રીને પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યા છે.

તેઓ જ્યારે પરિવાર સાથે રજા માણી રહ્યા હતા તે દરમિયાન નોર્થ વેલ્સના કર્નારફોન કિનારે તેમણે આ વિચિત્ર વસ્તુ જોઇ હતી. ગ્રીન અને તેના પરિવારે, પહેલા તો વિચાર્યું તે માત્ર એક વિચિત્ર દેખાતો ભાગ હતો. જોકે જ્યારે તેમણે નજીક જઈને જોયું ત્યારે ડ્રિફ્ટવુડનો ટુકડો ખરેખર હજારો દરિયાઇ જીવોથી ઢંકાયેલો હતો.

તેણે ફેસબુક પર જે ફૂટેજ શેર કર્યા છે તેમાં ભયાનક જીવો તેના સફેદ વર્તુળમાંથી બહાર આવતા જોઇ શકાય છે, જેને તેમણે “જોવાનું રસપ્રદ” ગણાવ્યું છે. તેમણે આ અંગે ગુગલ ઉપર સર્ચ કરતા આ જીવ ગોઝનેક બાર્નેકલ હોવાનું જાણવા મળ્યું. આ દુર્લભ સ્પિશીઝ પોર્તુગલ અને સ્પેનમાં જોવા મળે છે.

એટલુ જ નહીં તે 25 પાઉન્ડ એક ગોના રૂપમાં વેંચાય છે. તેણે કહ્યું કે, ગુગલ ઉપર સર્ચ કરવાથી ખબર પડી કે પ્રત્યેક 25 પાઉન્ડમાં વેચાય છે અને આ લોટમાં લગભગ 2 હજાર હતા. તેણે કહ્યું કે, અમને ખબર પડી કે સૌથી મોંઘા સમુદ્રી જીવોમાંથી એક છે જે તમે ખરીદી શકો છો. એક રિપોર્ટ પ્રમાણે બાર્નકલથી ઢંકાયેલા લોગની કિંમત 50,000 પાઉન્ડ એટલે કે લગભગ 48 લાખ રૂપિયા થઈ શકે છે.

https://www.facebook.com/541707067/videos/10158506554407068/?extid=GLxkJwqKGXJDQJ2x

Share This Article