ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહ્યો છે વધારો

admin
1 Min Read
FILE - This undated electron microscope image made available by the U.S. National Institutes of Health in February 2020 shows the Novel Coronavirus SARS-CoV-2, yellow, emerging from the surface of cells, blue/pink, cultured in the lab. The sample was isolated from a patient in the U.S. The federal Centers for Disease Control and Prevention is warning doctors about a rare but serious condition in children linked with the coronavirus. In an alert issued Thursday, the CDC called the condition multisystem inflammatory syndrome in children. (NIAID-RML via AP, File)

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેસોની સંખ્યા સતત વધવાના કારણે તંત્રની પણ ચિંતા વધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ જામનગર અને રાજકોટમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 8 સપ્ટેમ્બર સાંજથી 9 સપ્ટેમ્બર સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1329 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,08,295 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1336 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 16 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3152 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 88815 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 266 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 171, વડોદરામાં 126 અને રાજકોટમાં 154 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 46, જામનગરમાં 113, પંચમહાલમાં 29, કચ્છમાં 13, ભરુચમાં 24 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 16328 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article