બગસરામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા ખાતે પાંચમા તબક્કાનું સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારની દ્વારા પ્રજાલક્ષી યોજનાઓનું ઘર-ઘર સુધી ભોચાડવાના હેતુ અન્વયે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની રાજ્ય સરકારની 57 ઉપરાંત વિવિધ લક્ષી સેવાનો લાભ સીધો સ્થળ પર મળે તેવો હતો. લોકોને સ્થળ પર જ કાર્ય થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે હાલ રાજ્ય વ્યાપી સેવા સેતુ તબક્કાનું પાંચમા તબક્કાનો પ્રારંભ થયેલ છે.  જેના ભાગરૂપે બગસરા મામલતદાર શ્રી આઇ.એસ તલાટ સાહેબના સતત માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતું અને વિવિધ વિભાગના અધિકારીઓને પણ જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અરજદારો પણ બહોળી  સંખ્યામાં લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ મળતાં સંતોષકારક વ્યક્ત કર્યું હતું.   ત્યારે હાલ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ઉલ્લેખનીય છે કે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની વિવિધ સેવા વિધવા સહાય, આયુષ્માન ભારત કાર્ડ, અમૃતમ કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર, જાતિ આવકના દાખલા સહિતની વિવિધ પ્રકારની યોજનાઓનું સ્થળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવી હતી.

Share This Article