મોરબી : વાંકાનેર ખેરવા પાસે બે ST વચ્ચે અકસ્માત

admin
1 Min Read

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે કુવાડવા (રાજકોટ) રોડ ઉપર આવેલા વળાંક પાસે રાજકોટથી વાંકાનેર તરફ આવતી એસ.ટી અને વાંકાનેરથી રાજકોટ તરફ જતી એસટી વચ્ચે એક ગમખ્વાર અકસ્માત થયો છે.  જેમાં ઘણા બધા લોકોને ઈજા પહોંચી છે અને ડ્રાઇવર સિરિયસ હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ આજે સવારે વાંકાનેરથી રાજકોટ તરફ બસ જઈ રહી હતી અને ખેરવાથી ઉપડી આગળના વળાંક પાસે પહોંચે ત્યારે સામેથી પણ રાજકોટથી વાંકાનેર તરફ આવતી એસ.ટી બંને સામસામે ધડાકાભેર અથડાઇ ગઇ હતી. અંદર બેઠેલા પેસેન્જરો ભયભીત થઈ ગયા હતા, હાહાકાર મચી ગયો હતો અને શોરબકોર બપોર થઈ ગયો હતો.  બચાવોબચાવોની લોકો પાડવા લાગ્યા હતા.  વાંકાનેરથી રાજકોટ જતી એસટીમાં મોટાભાગે રાજકોટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા અને હાલમાં કોલેજની એક્ઝામ ચાલુ થઈ છે. એક્ઝામ આપવા જઈ રહ્યા હોવાની માહિતી મળી છે.  ત્યારે ગમખ્વાર અકસ્માતમાં કેટલાક વિદ્યાર્થીઓને પણ ઇજા પહોંચી હોવાની માહિતી મળી છે.  જ્યારે એસટી ડ્રાઈવરને વધુ પડતી ઇજા હોવાથી તેમને રાજકોટ રીફર કરવામાં આવ્યો છે.

 

 

Share This Article