ભારત-પાક બોર્ડર પર ભારતીય સૈનિકોનો જબરદસ્ત ડાન્સ, જુઓ વિડિયો

admin
1 Min Read

ભારતીય સેનાના જવાનો પણ બોર્ડર પર તૈનાત રહી ના માત્ર દુશ્મન દેશોને જવાબ આપતા હોય છે પણ બોર્ડર પર રહીને પણ તેઓ પોતાની દેશભક્તિ વિવિધ રીતે અવાર નવાર રજુ કરતા હોય છે ત્યારે હાલ સોશિયલ મીડિયા પર ભારતીય સૈનિકોનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયો ભારત-પાકિસ્તાન સરહદ નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જેને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્રસિંહ સહેવાગે શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે લખ્યું છે કે ભારત-પાક સરહદની નજીકના સૈનિકોના ભાંગડા વિચિત્ર છે. ભારત-પાક સીમાની નજીક સૈનિકોનો ભાંગડા ડાન્સ ખૂબ શાનદાર છે. પરંતુ સૌથી ચોકાવનારી પરિસ્થિતિઓમાં પણ આ લોકો કેટલા ખુશ છે. તેમની આ હિમ્મતને મારી સલામ… સૈનિકોનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 51 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. જ્યારે કોમેન્ટ્સ અને લાઇક્સ મળી રહ્યા છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ ભારતીય જવાનો અને તેમની ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે.

https://www.instagram.com/p/CCxSessgsnZ/?utm_source=ig_web_copy_link

 

Share This Article